હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના માણેકવાડા ચોકડી ખાતેથી દેશી દારૂ ૪૦૦ લિટર કિંમત રૂ. ૮,૦૦૦ના જથ્થા સાથે હેરાફેરી કરતાં ઇસમને મહિન્દ્ર કંપનીની ફોર વ્હીલ બોલેરો સાથે પકડી કુલ રૂપિયા ૨,૦૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હળવદ પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે હળવદ તાલુકાના માણેકવાડા ચોકડી ખાતેથી દેશી દારૂ દેશી દારૂના ૪૦૦ લીટર રૂપિયા ૮૦૦૦ કિંમત ના જથ્થા સાથે બોલેરો ગાડી નં. GJ-13-AR-5683 માં હેરાફેરી કરતા મહેશભાઈ બેચરભાઈ સારલા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી દેશી દારૂ તેમજ બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા ૨,૦૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.