છોટાકાશી હળવદના સરા ચોકડી ખાતે વર્ષો પહેલા પ્રવેશ દ્વાર હતો. પરંતુ ગૌરવ પથનું નિર્માણ થતાં તે પ્રવેશ દ્વારનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેનું પ્રવેશ દ્વારના ભુમી પૂજન કાર્યક્રમ તા. ૧૭/૦૬/૨૦૨૪ ને સોમાવરના (ભીમ અગિયાર) રોજ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે…
છોટાકાશી હળવદના સરા ચોકડી ખાતે વર્ષો પહેલા પ્રવેશ દ્વાર હતો. પરંતુ ગૌરવ પથનું નિર્માણ થતાં તે પ્રવેશ દ્વારનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે ગામની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા શુભ આશયથી મનીષભાઈ પી રાવલ અને કેદારભાઈ પી રાવલના પિતા સ્વ.પુનરવસુભાઈ એચ. રાવલની પુણ્ય સ્મૃતિમાં હળવદના સર્વે નગરજનોના શુભ આશીર્વાદથી ભવ્યાતિ ભવ્ય પ્રવેશ દ્વાર અટલ બિહારી બાજપાઈ સિનિયર સિટીઝન પાર્ક પાસે સરા ચોકડી ખાતે બનાવવા જઇ રહ્યા છે. જે પ્રવેશ દ્વારના ભુમી પૂજન કાર્યક્રમ તા. ૧૭/૦૬/૨૦૨૪ ને સોમાવરના (ભીમ અગિયાર) રોજ સવારે ૦૯:૩૦ કલાકે યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં સાસંદ ચંદુભાઈ શિહોરા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમૂખ રણછોડભાઈ દલવાડી, પૂર્વ પ્રમુખ, મોરબી – સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ બિપીનભાઈ દવે, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, મોરબી જિલ્લા મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની, હળવદ માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલ,હળવદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવે, હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર દિપકભાઈ જોશી, મહામંત્રી હળવદ શહેર ભાજપ રમેશભાઈ ભગત, મહામંત્રી હળવદ શહેર ભાજપ ડૉ અનિલભાઈ પટેલ,રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાર્ન ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ પી. દવે, પૂર્વ પ્રમુખ હળવદ નગરપાલિકા દાદાભાઈ ડાંગર તથા સામાજિક કાર્યકર્તા તપનભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમજ પૂજય શ્રી દીપકદાસજી મહારાજ મહંત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, હળવદ અને પરમ પૂજય શ્રી ભક્તિનંદન સ્વામી, મહંત શ્રી સ્વામિનારાયણ મંદિર (જૂનું ટાવર વાળું) સહિતના સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. જે કાર્યક્રમમાં હળવદ મામલતદાર એમ.જે.પરમાર, ચીફ ઓફિસર,હળવદ નગરપાલિકા તુષાર ઝાલરિયા, ઈન્ચાર્જ મામલતદાર હળવદ ધીરુભાઈ સોનાગ્રા અને હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી.વ્યાસ ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મનિષભાઈ પી રાવલ અને કેદારભાઈ પી રાવલ (ખેડૂત ભવન, જનતા ફૂડ મોલ ) દ્વારા ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.