Sunday, October 6, 2024
HomeGujaratહળવદના કેદારીયા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની ઠોકરે યુવકનું...

હળવદના કેદારીયા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યુ મોત

હળવદના કેદારીયા ગામ તરફ જવાના રસ્તે અજાણ્યા વાહને યુવકને પાછળથી હડફેટે લેતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ તેમજ શરીર છુંદાઈ જતાં યુવકનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, ત્યારે અકસ્માતના બનાવ બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. હાલ મૃતક યુવકના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હિટ એન્ડ રનની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૦૯ જૂનના રાત્રીના તા.૦૯/૦૬/૨૦૨૪ ના રાત્રીના દસેક વાગ્યાથી રાત્રીના પોણા બારેક વચ્ચે કોઇપણ સમયે હળવદના કેદારીયા ગામના રસ્તેથી હળવદ માળીયા હાઇવે રોડ ઉપર ચાલીને જઈ રહેલા મૂળ મોરબી તાલુકાના જાંબુડીયા ગામના વતની હાલ માળીયા(મી)ના ખીરઈ ગામે રહેતા રૂપાભાઇ ડોસુભાઇ ગવારીયા ઉવ.૩૦ વાળાને કોઈ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુરગતી એ ચલાવી રૂપાભાઈને પાછળથી ઠોકર મારતા તેમને માથાના ભાગે તથા પગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ તેમજ શરીર ચુંદાઇ જતા સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો ત્યારે સમગ્ર બનાવ મામલે મૃતકના પિતા ડોસુભાઇ ઉર્ફે ભીખાભાઇ રોશનભાઇ ગવારીયા ઉવ.૬૦એ હળવદ પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા હાલ. પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!