Saturday, October 5, 2024
HomeGujaratવાંકાનેરના જામસર ગામથી વિદેશી દારૂના ૭૭ પાઉચ સાથે એકની અટક

વાંકાનેરના જામસર ગામથી વિદેશી દારૂના ૭૭ પાઉચ સાથે એકની અટક

વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જામસર ગામે રેઇડ કરી ગામની નિશાળ પાછળ ખરાબાની જમીનમાં વેચાણ કરવાના આશયથી છૂપાવી રાખેલ વિદેશી દારૂના ૭૭ પાઉચ સાથે એક શખ્સની અટક કરી હતી. હાલ અત્રેની તાલુકા પોલીસ ટીમે પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે માટેલ ગામે રહેતો મુકેશભાઈ રાણાભાઇ ડાભી વેચાણ કરવાના આશયથી વિદેશી દારૂનો જથ્થો વાંકાનેર તાલુકાના જામસર ગામે આવેલ નિશાળની પાછળ ખરાબાની જમીનમાં છૂપાવી રાખી તેનું હાલ વેચાણ ચાલુ હોવાની ચોક્કસ હકીકત મળતા તુરંત સ્થળ ઉપર રેઇડ કરતા જામસર ગામની નિશાળના પાછળના ભાગે ખરાબામાં બાવળની કાંટમાંથી વિદેશી દારૂના ૧૮૦મીલીના ૭૭ પાઉચ મળી આવતા આ સાથે આરોપી મુકેશભાઈ રાણાભાઇ ડાભી ઉવ.૨૫ રહે. માટેલ ગામ શીતળાધારની અટક કરી તેની વિરૂદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!