દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્ય અને દેશ ભરના લોકો 21 જૂન નિમિતે યોગમય બન્યા હોય તેમ દરેક લોકો દ્વારા યોગા કરી આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
21 મી જૂનની આંતર રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગાંધીધામ ગળપાદર જિલ્લા જેલ ખાતે આંતરરા્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
માનવતા માટે યોગા થીમ સાથે ગુજરાત રાજ્ય બોર્ડના સર્ટિફાઇડ યોગ ટ્રેઈનર સંસ્થા દ્વારા ગાંધીધામ દ્વારા જેલના અધિકારીઓ, કર્મચારીઓ તથા કેદી બંદીવાનભાઈઓ અને બહેનોને યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.