મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રવિવારે સમગ્ર જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે આજે ભારે ઉકળાટ બાદ ઢળતી સાંજે સાડા પાંચેક વાગ્યે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને આજુ બાજુના ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને જોત જોતામાં દોઢેક ઈચ વરસાદ વરસ્યો હતો. આકાશનું અમૃત ઉતરતા આગોતરા વાવેતરને ખુબ ફાયદો કરશે રવિવારે રજા હોય પહેલા વરસાદમાં શહેરીજનો પલરવાનો લાહવો લિધો હતો. ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે.