મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ આર્ય વિધાલમ સામે કાર દ્વારા બાઈકને પાછળથી હડફેટે લેતા બાઈક સવાર બે યુવક પૈકી એકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજા યુવકને પાસળી તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ સમગ્ર અકસ્માતના બનાવમાં મૃતકના પિતા દ્વારા આરોપી કારના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર ગત તા. ૨૧ જૂનના સાંજના સમયે મોટર સાયકલ રજી. નં. જીજે-૦૩-એનએમ-૨૬૨૪ માં સવાર રવિભાઇ રાજેશભાઇ સાહોલીયા ઉવ.૨૬ તથા તેના મિત્ર પાર્થ હિતેષભાઇ જોષી મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ આર્ય વિદ્યાલયમ સામેથી પસાર થતા હોય ત્યારે પૂરપાટ ગતિએ ચલાવી આવતી કાર રજી. જીજે-૩૬-એએફ-૫૧૭૬ એ મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મોટર સાયકલ ચલ રવિભાઈ સહોલિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે મોટર સાયકલ પાછળ બેસેલ પર્થભાઈ જોશીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે બનાવ અંગે મૃતક રવિભાઈના પિતા રાજેશભાઇ નટવરલાલ સાહોલીયા ઉવ.૫૨ રહે.રાજકોટ ભક્તિનગર સર્કલ પાસે ગાયત્રીનગર શેરી નં.૩-૧૦ દ્વારા ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.