Sunday, September 29, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ : શોર્ટ સર્કિટના કારણે એક દુકાનમાં આગ...

હળવદ માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ : શોર્ટ સર્કિટના કારણે એક દુકાનમાં આગ ભભૂકી

હળવદમાં આગજનીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે યાર્ડની એક દુકાનમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ 4 નંબરની દુકાનમાં આજે સવારના સમયે શોર્ટ સર્કિટ થયું હતું. જે શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી દુકાનમાં રહેલ ધાણા અને વરિયાળીને નુકશાન થઇ જવા પામ્યો હતો. ત્યારે બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આગને કારણે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!