Saturday, September 21, 2024
HomeGujaratમોરબીના ત્રિકોણ બાગ પાછળ પાર્ક કરેલ વેપારીનું મોપેડ તસ્કરો હંકારી ગયા

મોરબીના ત્રિકોણ બાગ પાછળ પાર્ક કરેલ વેપારીનું મોપેડ તસ્કરો હંકારી ગયા

મોરબીના ત્રિકોણ બાગ પાછળ આવેલ દુકાનોની સામે પાર્ક કરેલ વેપારીના ટીવીએસ કંપનીના મોપેડની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નિત્યાનંદ સોસાયટી મેઈન રોડ ઉપર રહેતા દેવેન્દ્રભાઇ હેનાભાઇ રાઠોડ ઉવ.૩૮એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૯/૦૬ના રોજ મોરબીના ત્રિકોણ બાગ પાછળ સુભાષ રોડ ઉપર નેશનલ નામની દુકાન સામે ટીવીએસ કંપનીનું જ્યુપીટર મોપેડ રજી. જીજે-૩૬-એમ-૮૬૬૬ વાળુ જે મોડલ ૨૦૧૮ નુ કિ.રૂ. ૫૦૦૦૦/- વાળુ મોપેડ પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ ખસેડી ચોરી કરી લઇ ગયા હતા. જે બાબતે પ્રથમ ઈ-એફઆરઆઈ બાદ રૂબરૂ ફરિયાદ નોંધાવતા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વેપારી દેવેન્દ્રભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી ચોરી થયાના અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!