Saturday, September 21, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે લીમડા નીચે પત્તા ટીચતી ચાર મહિલા ઝબ્બે

મોરબીના જાંબુડીયા ગામે લીમડા નીચે પત્તા ટીચતી ચાર મહિલા ઝબ્બે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઢાર વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમી રહેલ ચાર મહિલાને પોલીસે ઝડપી લઇ રોકડા કુલ રૂ.૨,૯૫૦/- કબ્જે લઈ તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે જાંબુડીયા ગામ ઢાર વિસ્તારમાં દરોડો પાડી લીમડાના ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા ભાવનાબેન પ્રવિણભાઇ સીતાપરા ઉવ.૩૦, શીલ્પાબેન નવઘણભાઇ સીતાપરા ઉવ.૨૭, રીટાબેન સંજયભાઇ સીતાપરા ઉવ.૨૬ તથા અંકીતાબેન અશોકભાઇ ઉપાસીયા ઉવ.૩૯ બધા રહે-જાંબુડીયા તા.જી.મોરબીને પોલીસે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨,૯૫૦/- કબ્જે લઈ તમામ આરોપીઓની અટક કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!