Saturday, September 21, 2024
HomeGujaratવાંકાનેર:હાઇવે રોડની કટમાં વળાંક લેતા બાઈકને અન્ય બાઈકે ટક્કર મારતા વૃદ્ધ ચાલકનું...

વાંકાનેર:હાઇવે રોડની કટમાં વળાંક લેતા બાઈકને અન્ય બાઈકે ટક્કર મારતા વૃદ્ધ ચાલકનું મોત

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર નર્સરી ચોકડી નજીક રોડની કટમાં વળાંક લેતા બાઈકને અન્ય બાઈક દ્વારા ઠોકરે ચડાવતા અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતના બનાવમાં વૃદ્ધ બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. ૧૬/૦૬ ના રોજ સવારે ૮ વાગ્યાના અરસામાં મૃતક સતાભાઈ પાચાભાઈ મુંધવા ઉવ.૭૪ વાળા પોતાનુ મોટર સાયકલ હીરો હોંન્ડા સ્પ્લેન્ડર રજી નં.જીજે-૦૩-એએફ-૮૧૯૯ વાળુ લઈ વાંકાનેર થી હશનપર પોતાના ઘરે જતા હતા તે દરમ્યાન મોરબી – વાંકાનેર હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક આવેલ રોડની કટમાં મૃતક સતાભાઈ પાચાભાઈ મુંધવા તેનુ મોટર સાયકલ વળાંક વાળતા સમયે રોડ ઉપર પસાર થઈ રહેલ અન્ય મોટર સાયકલ નંબર જીજે-૩૬-એએચ-૦૬૮૯ ના ચાલકે પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયક ફુલ સ્પીડમા બેફીકારાયથી ચલાવી સતાભાઈને મોટર સાયકલ સહીત હડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં સતાભાઈને માથાના ભાગે તથા જમણા પગમા સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના દીકરા દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઉપરોક્ત મોટરસાયકલને ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!