Sunday, September 22, 2024
HomeGujaratહળવદ પંથકમાં બે જગ્યાએ વીજળી પડવાના બે બનાવમાં એક યુવાન અને એક...

હળવદ પંથકમાં બે જગ્યાએ વીજળી પડવાના બે બનાવમાં એક યુવાન અને એક ભેંસ નું મોત

હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી ભારે બફારા બાદ સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને દે ધનાધન વરસાદ વરસાવ્યો હતો,વીજળીના કડાકા ભડાકા મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે તૂટી પડ્યો હતો ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડવના બે બનાવમાં એક માનવ અને એક પશુનુ મોત નિપજયું છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવના જણાવ્યા મુજબ હળવદ ગ્રામ્ય પંથકમાં અલગ અલગ બે જગ્યાએ વીજળી પડતા એક પશુ અને એક માનવનું મૃત્યુ થયું હતું, જેમાં હળવદ તાલુકાના જોગડ ગામમાં વીજળી પડતાં અનિલભાઈ અરજણભાઈ નાયક ખેતમજૂર યુવાનનું વીજળી પડતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેનો મુતદેહ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે બીજો બનાવ હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રુદાતલા છનાભાઈ જેસિંગ ભાઈ ની વાડી વીજળી પડતા ૧ ભેંસનું મોત‌ નિપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!