હળવદ તાલુકાના જોરદાર વરસાદ વરસ્યો છે. જે વરસાદ બાદ નવા ઇસનપુર ગામ ખાતે વીજળી પડ્યાની ઘટના સામે આવી છે. જેમાં મકાનમાં વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે અન્ય મોટી જાનહાની ટળી હતી.
હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં વરસાદ બાદ વીજળી પડ્યાનો બનાવ સામે આવ્યો છે. નવા ઈસનપુર ગામે ટપુ ભાઈ પ્રેમજી ભાઈના મકાન ઉપર વિજળી પડતા નુકશાન થયું છે. મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ થઇ ગયા છે. હળવદ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ થયા છે.આ મકાનમાં ૧૫ જેટલા લોકોનો સંયુક્ત પરિવાર રહે છે જો કે સદનસીબે કોઈ વ્યક્તિને સામાન્ય ઇજા પણ થઈ ન હતી અને જાનહાનિ ટળી હતી.