મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ગામે બી ડિવિઝન પોલીસે જુગારના બે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહિત સાત ઈસમોને પકડી લેવામાં આવી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં પ્રથમ જુગારના દરોડાની મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી-૨ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી ઉવ.૭૨ રહે.શ્રીજી પાર્ક વાવડી રોડ મોરબી, વિવેકભાઇ ઉમેશભાઇ સોલંકી ઉવ.૩૦ રહે.સમજુ બા સ્કુલ વાળી શેરી નાનીવાવડી મોરબી, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ઉવ.૩૫ રહે.ત્રાજપર બેંકવાળી શેરી મોરબી, હંસાબેન કેસાભાઇ વરાણીયા ઉવ.૪૦ રહે.ત્રાજપર ચોરા વાળી શેરી મોરબી, શારદાબેન કાંતીલાલ પાડલીયા ઉવ.૪૩ રહે. સિલ્વર સોસા. જુના ઘુંટુ રોડ મોરબી ને રોકડા રૂ.૧૦,૭૦૦/- સાથે ઝડપી લેવાયા હતા. પોલીસે તમામ આરોપીઓની સ્થળ ઉપરથી ધરપકડ કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ગામના અવેળા પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે નસીબ આધારિત પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉવ.૩૦ રહે. ત્રાજપર અવેળા પાસે મોરબી તથા ફિરોજભાઇ ઇસ્માઇલભાઇ બ્લોચ ઉવ.૩૬ રહે.નકલંક કારખાનામાં મકનસર તા.જી.મોરબીની જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૨૭૦/- સાથે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ બંને આરોપીઓ સને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.