Monday, November 25, 2024
HomeGujaratતક્ષશિલા સંકુલના એમડી ડો.મહેશ પટેલે GTU માન્ય શ્રીમદ ભગવત ગીતાના વિષય પર...

તક્ષશિલા સંકુલના એમડી ડો.મહેશ પટેલે GTU માન્ય શ્રીમદ ભગવત ગીતાના વિષય પર સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું 

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી – અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિનો જનમાનસમા પ્રચાર થાય અને લોકો ભારતીય વેદ, ઉપનિષદ અને ગીતાનો અભ્યાસ કરતા થાય તે માટે ધરોહર નામનો વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે. જે વિભાગમાં વિવિધ ઓનલાઈન સર્ટિફિકેટ કોર્ષ ચાલે છે. જેમાં હળવદ તક્ષશિલા સંકુલના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલે GTU દ્વારા સર્ટિફિકેટ મેળવીને હળવદનુ ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે માટે ધરોહર નામનો વિભાગ ચાલુ કર્યો છે. જેમાં વિવિધ ઓનલાઇન સર્ટિફિકેટ કોર્ષ કરાવવામાં આવે છે. ત્યારે સાંપ્રત સમયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વનું સર્ટિફિકેટ કોર્ષનું પરિણામ જાહેર થયું છે. જેમાં તક્ષશિલા સંકુલના મેનેજિંગ ડિરેકટર ડૉ. મહેશ પટેલે GTU નું સર્ટિફિકેટ મેળવીને હળવડનું ગૌરવ વધાર્યું છે. જે સર્ટિફિકેટ અંગે પૂછતા ડો. મહેશ પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન ગીતાજી મહાભારત કાળના અર્જુન અને આજના અરજણભાઈને એટલી જ પ્રેરણા અને માનવજીવનમા માર્ગદર્શન આપે છે. તેથી જ તો લોકમાન્ય તિલકે ગીતા રહસ્ય, વિનોભા ભાવે એ ગીતા પ્રવચનો, ગાંધીજીએ અનાસક્તિ યોગ અને પાંડુરંગશાસ્ત્રી ‘ દાદાજી’ એ ગીતામૃતમ્ જેવા ગ્રંથો લખ્યા છે. તેમ માહિતી આપી શ્રી શ્રીમદ્ ભગવદ્ ગીતા થકી આપણી સંસ્કૃતિનું ગૌરવ સમજાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!