Sunday, August 9, 2026
HomeNewsBirthdayમોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમદાવાદ સેક્ટર...

મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમદાવાદ સેક્ટર -2 જેસીપી IPS જયપાલસિંહ રાઠોડનો આજે જન્મદિવસ

ભૂતકાળમાં મોરબીમાં જીલ્લો બન્યા બાદ કાયદો વ્યવસ્થા સ્થિતિ ખૂબ નાજુક તબ્બકામાં હતી તે સમયે વર્ષ 2015 ના અંતમાં તાબડતોબ આઇપીએસ જયપાલસિંહ રાઠોડને મોરબી જીલ્લાનું સુકાન સોંપી મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિને સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી બાદમાં તેઓના સુકાન હેઠળ એક પછી એક અનેક કોયડા સમાન કેસો સોલ્વ કર્યા હતાં. મોરબી જિલ્લામાં.આઇપીએસ જયપાલસિંહ રાઠોડના કાર્યકાળ માં આવા તમામ આવારા તત્વો ને ભો ભીતર કરાવામાં આવ્યા હતા. ત્યારે બાદમાં તેઓ અમદાવાદ ઝોન ડિસીપી અને બાદમાં ભાવનગર એસપી તરીકે અને રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે પણ ઉત્કૃષ્ઠ ફરજ બજાવી ચૂક્યા છે. અને હાલમાં તેઓ અમદાવાદ સેક્ટર -2 જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ (JCP)તરીકે ફરજ બજાવી રહ્યા છે.ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશ જેવી અતિ સંવેદનશીલ દુર્ઘટના સમયે પણ તેઓએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી અને સંવેદનાની સાથે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જાળવી રાખી હતી તેમજ દુર્ઘટનામાં મૃતકોના પરિજનો ની વેદના ને પણ તેઓએ સારી રીતે સમજી ને તેઓની આગેવાનીમાં જ મૃતકોના અંતિમ નિશાનીઓ એટલે કે કીમતી માલ સામાન જેવી ચીઝ વસ્તુઓ એક એક મૃતકોના પરિવારને સોંપી હતી જે તમામ કામગીરીની ખૂબ સારી નોંધ લેવાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં એસપી તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂકેલા તેઓની ઉત્કૃષ્ઠ કામગીરી ને લઈને DIG તરીકે બઢતી પામેલા અને હાલ અમદાવાદ સેક્ટર -2 જેસીપી જયપાલસિંહ રાઠોડ આઇપીએસનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબીવાસીઓ આજે પણ જયપાલસિંહ રાઠોડને હ્ર્દય પૂર્વક યાદ કરી તેના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી સતત પ્રગતિના શિખરો સર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!