હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે પવન હશે કે નહીં તે અંગેની આગાહી કરી છે તે જોઇએ…
2021ના વર્ષનો પહેલો તહેવાર ઉતરાયણ. અને અમદાવાદની ઉતરાયણની ઉજવણી પણ વિશેષ હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો કોરોનાની ગાઈડલાઈન અને સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાની છે. ત્યારે અમદાવાદવાસીઓએ તો તૈયારી કરી લીધી છે અને દર વર્ષેની જેમ ચાલુ વર્ષની પણ ઉતરાયણ ઉજવવા માટે ઉત્સાહનો માહોલ છે. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે પવન હશે કે નહીં તે અંગેની આગાહી કરી છે તે પણ જોઇએ.
ઉતરાયણની ઉજવણી વિશેષ તો ત્યારે જ બને છે જ્યારે પતંગ ચગવા માટે પવન સારો હોય. હવામાન વિભાગે તો આગાહી કરી છે કે, અમદાવાદમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાશે અને પ્રતિકલાકે પવનની ગતિ 8થી 10 કિલોમીટરની રહેશે.દર વર્ષે પણ ઉતરાયણમાં પવન સામાન્ય હોય છે. ગત વર્ષે પણ 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.પવન સામાન્ય રહેવાના કારણે પતંગરસિઓ માટે સવારમાં પતંગ ન ચગતા નિરાશા જોવા મળી હતી. તો ચાલુ વર્ષે તો પવનની ગતિ 8થી 10 કિલોમીટરની જ રહેવાનું અનુમાન છે. ત્યારે પવનની સામાન્ય ગતિમાં પણ પતંગરસિયાઓ કેવી મજા લૂંટે છે તે જોવું રહ્યું.
અમદાવાદના યુથે તો તૈયારીઓ કરી લીધી છે. માર્ગીલ ઠક્કરે જણાવ્યું છે કે, 2020ના તહેવારો કોરોના કારણે ઉજવી શક્યા નથી. પરંતુ 2021નો પહેલો તહેવાર અને સરકારે પણ છૂટછાટ આપી છે. કોરોનાની ગાઈડલાઈન સાથે ઉતરાયણની ઉજવણી કરીશું અને પતંગ પણ નાના લીધા છે જે પવનની ગતિ ઓછી હોય તો પણ ઉડી શકશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, ઉત્તરાયણના દિવસે 8થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પણ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે અને બપોર બાદ પવનની ગતિ વધશે.એટલે પતંગ રસિયા માટે નિરાશા રહે પણ બપોર બાદ પવનની ગતિ વધશે. જેના કારણે પતંગરસિયાનો ઉત્સાહ બની રહેશે.