વર્ષ ૨૦૧૮માં બનેલ ખૂન કેસના બીજા આરોપીને શંકાનો લાભ અપાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં કાનજીભાઈ લાભશંકરભાઇ ચાઉ મિત્રને ભાડે આપેલ મકાન ખાલી કરવાનું કહેવા આરોપી સમીરશા યાકુબશા શાહમદારના ઘરે ગયેલ હોય જે બાબતે આરોપીને સારું નહિ લાગતા જેનો ખાર રાખી આરોપી સમીરશા તથા તેની સાથે અન્ય એક આરોપી સિકંદર અલાઉદ્દીન કટીયા છરી સાથે આવી મૃતક કાનજીભાઈ ચાઉને છાતીમાં છરીનો જીવલેણ એક ઘા મારી મોત નિપજાવ્યું હતું
ઉપરોક્ત હત્યાના બનાવનો કેસ મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તેમજ ૩૦ મૌખિક પુરાવા અને ૨૪ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ મોરબી કોર્ટ દ્વારા આરોપી સમીરશા યાકુબશા શાહમદારને આજીવન કેદ તેમજ રૂ.૧૦ હજારના દંડની સજા ફરમાવવામાં આવી હતી. જ્યારે તેની સાથેના તથા બીજા આરોપી સિકંદર અલાઉદ્દીન કટીયાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ ફરમાવવામાં આવ્યો હતો.