મોરબી તાલુકાના મકનસર ગામ નજીક હાઇવે રોડ ઉપર પુર ઝડપે ટ્રક કન્ટેઇનર ચલાવી સામેથી આવતા અન્ય ટ્રક સાથે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં ટ્રક કન્ટેઇનર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર આંધ્રપ્રદેશના તેલંગણાના યેરુપાલમ ગામના વતની ટ્રક ચાલક થીરૂમાલારાવ વેંકેટેશ્વર રાવ ધનીશેટ્ટી ઉવ.૨૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃતક ટ્રક ચાલક આરોપી શૈલેન્દ્રકુમાર રામપરવેશ રાય ઉવ.૨૮ રહે.હાલ મુન્દ્રા રીફાઇન્ડીંગ કંપની ભુજ કચ્છ મુળરહે.પરસાદી સરન ગામ બિહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૦૬/૦૭ના રાત્રીના ફરિયાદી થીરૂમાલારાવ પોતાના હવાલા વાળો ટ્રક રજી. એપી-૩૯-યુયુ-૮૬૭૯ લઈને જતા હોય ત્યારે રાત્રીના આશરે નવ વાગ્યે મોરબી તાલુકાના મકનસર ગામ નજીક મકનસર પોલીસ હેડ ક્વાર્ટરના ગેટ સામે સામેથી આવતા ટાટા કંપનીના સીગ્મા ટ્રક કન્ટેનરના ચાલકે પોતાનું ટ્રક કન્ટેઇનર પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી આવી સામેથી આવતા ટ્રકને એકદમ સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો . અકસ્માતમાં ટ્રક કન્ટેઇનરના ચાલક શૈલેન્દ્રકુમાર રામપરવેશ રાયને પગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે અકસ્માતમાં મૃત્યુ પામેલ આરોપી ટ્રક કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.