Thursday, July 18, 2024
HomeGujaratહળવદમાં કોમ્પ્લેક્સની દુકાન સામે બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

હળવદમાં કોમ્પ્લેક્સની દુકાન સામે બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટાઉન વિસ્તારમાં દરોડો પાડી રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ કોમ્પ્લેક્સની દુકાનની સામે બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની ૧૨ બોટલ તથા બિયરના ૭૭ ટીન ઝડપી લેવામાં આવ્યા હતા, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોવાથી આરોપીને ફરાર દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ લાભ કોમ્પ્લેક્સમાં અંકિતભાઈ નરેન્દ્રભાઈ રામાવતની દુકાન સામે બાવળની કાંટમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે રેઇડ કરતા હળવદ પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૧૨ બોટલ કિ.રૂ.૪,૨૦૦/- તથા કિંગફિશર બિયરના ૭૭ નંગ ટીન કિં.રૂ. ૭,૭૦૦/- એમ મળી કુલ ૧૧,૯૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી અકિંતભાઇ નરેન્દ્રભાઇ રામાવત રહે.નાલંદા સ્કુલ આગળ, શિવાલીક સોસાયટી, હળવદવાળો હાજર મળી નહીં આવતા તેને ફરાર દર્શાવ્યો હતો. આ સાથે હળવદ પોલીસે દારૂ-બિયરનો જથ્થો કબ્જે લઈ ફરાર આરોપીને પકડી પાડવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!