Friday, January 3, 2025
HomeGujaratટંકારાનાં છતર નજીક ટ્રક હડફેટે બાઇકસવાર બે ઇજાગ્રસ્ત

ટંકારાનાં છતર નજીક ટ્રક હડફેટે બાઇકસવાર બે ઇજાગ્રસ્ત

ટંકારાનાં છતર ગામનાં રહેવાસી સિદ્ધરાજભાઇ શીવાભાઇ પરમારે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૧ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યા આસપાસ ફરિયાદી સિદ્ધરાજભાઇ તથા તેમના કૌટુંબિક બનેવી અનિલભાઈ મનજીભાઈ ફૂલતરીયા એમ બન્ને ફરીયાદીના બાઈક નં. જીજે-૩૬-પી-૮૭૫૧ પર રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોરબી તરફથી આવતો એક ટ્રક રજી નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૦૮૭૯ ના ચાલકે ટ્રક ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીને જમણા હાથમાં મુઢ ઇજા તેમજ ફરીયાદીના બનેવીને જમણા પગમાં ઘુટણ નીચે ફ્રેકચર જેવી ગંભીર ઇજા તેમજ શરીરે કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ઇજાઓ પહોંચી હતી. ટંકારા પોલીસે બનાવની ફરીયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!