Thursday, October 10, 2024
HomeGujaratટંકારાનો બંગાવડી ડેમ ૭૦% ભરાઈ જતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા

ટંકારાનો બંગાવડી ડેમ ૭૦% ભરાઈ જતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા

ટંકારા તાલુકાના બંગાવડી નજીક આવેલ બંગાવડી ડેમમાં ઉપરવાસના વિસ્તારમાં સારો વરસાદ થવાથી નવા પાણીની ચિક્કાર આવક થઈ રહી હોય જેથી 70% ભરાઈ જવા પામ્યો છે. જેને લઈ હેઠવાસમાં આવતા ત્રણ ગામોને સાવચેત કરી નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ટંકારા તાલુકાનાં બંગાવડી ગામ પાસે આવેલા બંગાવડી ડેમમાં ડેમની ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ થવા પામી છે, જેનાથી ડેમની સંગ્રહશક્તિના ૭૦ % ડેમ ભરાઈ ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે, તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમની હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાનાં બંગાવડી તથા જામનગરના જોડિયા તાલુકાનાં ટીંબડી અને રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા, તેમજ માલ મિલકત તથા ઢોર ઢાખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રેહવા સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!