Friday, October 11, 2024
HomeGujaratટંકારાના વિરપર ગામ નજીક ટ્રક ટેન્કર પાછળ અથડાતા ટ્રક-ચાલકનું મોત

ટંકારાના વિરપર ગામ નજીક ટ્રક ટેન્કર પાછળ અથડાતા ટ્રક-ચાલકનું મોત

ટંકારના વિરપર ગામ નજીક રોડ ઉપર વાવેલ વૃક્ષોને પાણી પીવડાવતા ટેન્કર પાછળ પુરગતિએ અને ગફલતભરી રીતે ચલાવીને આવતા ટ્રકના ચાલકે ટેન્કર પાછળ પોતાનો ટ્રક અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ટ્રક ચાલક આધેડનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ ટંકારના વિરપર ગામ નજીક રોડ વચ્ચે વાવેલ વૃક્ષોને ટેન્કર રજી. નં. જીજે-૧૨-એએન-૧૮૮૯ દ્વારા પાણી પીવડાવતા હોય ત્યારે રોડ ઉપર પુરપાટ ગતિએ આવતા ટાટા ટ્રક રજી.નં.જીજે-૦૩-એટી-૩૬૫૮ના ચાલક ગુડડુરાય શીવનાથરાય ઉવ-૪૪ એ આ પાણીના ટેન્કર પાછળ પોતાના હવાલાવાળો ટ્રક અથડાવતા ટ્રક ચાલક ગુડડુરાયને શરીરે તેમજ ગુપ્તભાગે ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે હાલ મૃતકના પત્ની દ્વારા મૃતક ટ્રક ચાલક પતિ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!