Friday, September 20, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામના સ્મશાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ:તપાસ...

મોરબીના ટીંબડી ગામના સ્મશાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ:તપાસ શરૂ.

મોરબીના ટીંબડી ગામે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં ટીંબડી ગામના સ્મશાનમાં એક યુવકનો ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના ટીંબડી ગામમાં આવેલ સ્મશાનમાં આવેલ વૃક્ષ પર અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલી હાલત માં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે. બનાવને લઈ ઘટનાસ્થળ પર ગ્રામજનો એકત્ર થયા હતા. તેમજ બનવું અંગે ગામના આગેવાન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો. અને પોલીસે આ અજાણ્યો યુવક કોણ છે ? તેણે આપઘાત કર્યું છે કે, તેની હત્યા થઇ છે. તે દિશામાં તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!