Friday, September 20, 2024
HomeGujaratમોરબીના રવાપર રોડ ઉપર વિદેશી દારૂની નાની ૮ બોટલ લઈ નીકળેલ બાઇક...

મોરબીના રવાપર રોડ ઉપર વિદેશી દારૂની નાની ૮ બોટલ લઈ નીકળેલ બાઇક સવાર બે શખ્સો ઝડપાયા

મોરબીના રવાપર રોડ રાજકોટ નાગરિક બેંક સામેથી બાઇક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો તથા બાઇક કિ.રૂ. ૩૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રવાપર રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલનું વેચાણ કરવાના ઇરાદે સ્પ્લેન્ડર પ્લસ રજી. જીજે-૩૬-ક્યુ-૬૩૭૭ બાઇક ઉપર નીકળેલ બે ઇસમોને વિદેશી દારૂ વોડકાની ૧૮૦એમએલ ક્ષમતાની ૮ બોટલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે આરોપી અશ્વિનભાઈ રામજીભાઈ મુછડીયા ઉવ.૨૦ રહે.મોરબી-૨ સો ઓરડી તથા ભરતભાઇ રણછોડભાઈ અંબાલીયા ઉવ.૨૬ રહે.લૂંટાવદર ગામ તા. મોરબી પાસેથી વિદેશી દારૂ તથા બાઇક સહિત કુલ રૂ.૩૦,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીની સ્થળ ઉપરથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!