Sunday, November 10, 2024
HomeGujaratમોરબીનાં શિક્ષકને 'સાંદીપનિ ગુરુ ગૌરવ' એવોર્ડથી સન્માનિત કરાયા

મોરબીનાં શિક્ષકને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડથી સન્માનિત કરાયા

શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકોની કામગીરીને પ્રોત્સાહન આપવા અલગ-અલગ સંસ્થાઓ અને સરકાર દ્વારા વિવિધ એવોર્ડ સમયાંતરે આપવામાં આવે છે. તેમ પોરબંદરની સાંદિપની વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા દર વર્ષે ગુરુપૂર્ણિમાના આગલા દિવસે શિક્ષકોનું ભાવપૂજન કરી ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં સાંદીપનિ વિદ્યા ગુરુ એવોર્ડ 2024 માટે મોરબી જિલ્લાના શિક્ષકની પસંદગી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

દર વર્ષે સાંદીપનિ વિદ્યા નિકેતન પોરબંદર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરી તેમને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ’આપી સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે એક વિષયમાં વિશિષ્ટ રીતે કામગીરી કરેલ શિક્ષકને પસંદ કરી તેમને આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ‘રમકડા દ્વારા શિક્ષણ’ એ વિષય પર વિશેષ કામગીરી કરેલ મોરબી જિલ્લામાંથી વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતા, ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પરમ આદરણીય, સન્માનીય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

વિજયભાઈ શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના કામગીરીઓ કરી છે. તેમણે શિક્ષણના દરેક ક્ષેત્રમાં વિવિધતા સભર કામ કર્યું છે. તેઓ બાળકોને રમકડા જેવા શૈક્ષણિક સાધનોની મદદથી આનંદમય અભિવ્યક્તિ દ્વારા બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. આ ક્ષેત્રમાં રમકડા મેળામાં તેમની કૃતિ ‘ફરતી પેન્સિલ’ નામનું રમકડું નેશનલ કક્ષાએ પસંદ થયું હતું. તેમના આ રમકડાનો ઉદ્દેશ રમકડા સસ્તા બનવાની સાથે બાળકો પૃથ્વી વિશેની માહિતી, સૂર્ય વિશેની માહિતી, રાત દિવસની માહિતી, ચુંબક વિશેની માહિતી ખૂબ જ આનંદમય રીતે સમજી જાય એ પણ એનો મુખ્ય ઉદેશ હતો. અત્યાર તેમને સુધીમાં ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં બાળકોને 900 જેટલી પ્રવૃત્તિઓ કરાવી છે. આ એક એવા શિક્ષક છે જેઓ કલર પણ જરૂર પડે તો જાતે કરી નાખે, પેન્ટિંગ પણ જાતે કરે, રજાના‌ દિવસે પણ શાળાએ હોય વિજયભાઈને આ સન્માન પ્રાપ્ત થતાં તેમને‌ 56મુ સન્માન થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આ તકે તેમણે સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદરનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે આ કાર્યમાં મદદરૂપ થનાર તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!