વલસાડ જિલ્લામાં વસતી અને વાહનોની વધી રહેલી સંખ્યા સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિવસે ને દિવસે વિકટ બની રહી છે. સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા થઇ રહેલા તમામ પ્રયાસ નાકામ રહ્યા છે.
ત્યારે આવી જ ટ્રાફિકની સમસ્યા ભીલાડ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલ નંદીગ્રામ નેશનલ હાઇવે નં.૪૮ ના રોડ ઉપર થતી હોવાનું સામે આવતા સમસ્યાને ધ્યાને લઈ વલસાડ જિલ્લા એસપી ડૉ.કરનરાજ વાઘેલા સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા. અને ટ્રાફીકનાં નિવારણ માટે સ્થળ વિઝીટ કરી અધિકારીઓને જરૂરી માગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.