Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં સાવસર પ્લોટમાં પાર્ક કરેલ કારના દરવાજાનો કાચ તોડી એક લાખ રોકડ...

મોરબીમાં સાવસર પ્લોટમાં પાર્ક કરેલ કારના દરવાજાનો કાચ તોડી એક લાખ રોકડ રકમની ચોરી

મોરબીમાં સાવસર પ્લોટ શેરી નં. ૧૧-૧૨ વચ્ચે સાગર હોસ્પિટલ સામે પાર્ક કરેલ કારના દરવાજાનો કાચ તોડી કોઈ અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા ૧ લાખની રોકડ લઈ ગયા હોવાની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના અવની ચોકડી પાસે શોભકુંજમાં રહેતા શૈલેષભાઇ બચુભાઇ સાણજા ઉવ.૪૬ ગત તા.તા.૧૬/૦૭ના રોજ પોતાની મારુતિ સુઝુકી કંપનીની બલેનો કાર રજી.નં. જીજે-૩૬-એફ-૨૯૫૪ સાવસર પ્લોટ શેરી નં. ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પિટલ સામે રોડ ઉપર પાર્ક કરી હતી ત્યારે સવારે ૧૧:૧૫ થી બપોરના ૧ વાગ્યા એમ બે કલાકના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમ ઉપરોક્ત બલેનો કારના દરવાજાનો કાચ તોડી કારમાં બેગમાં રાખેલ રોકડા ૧ લાખ ચોરી કરી લઈ ગયા હતા. હાલ શૈલેષભાઇ દ્વારા ઉપરોક્ત થયેલ ચોરી અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!