Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેર:આઈ-૨૦માંથી દેશી દારૂનો જથ્થો ફેંકી દઈ કાર રેઢી મૂકી નાસી જનાર વિરુદ્ધ...

વાંકાનેર:આઈ-૨૦માંથી દેશી દારૂનો જથ્થો ફેંકી દઈ કાર રેઢી મૂકી નાસી જનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઝાંપા પાસે આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૦૩-જેસી-૫૫૪૪ના ચાલકે કારમાંથી કોઈ કારણોસર પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ ૨૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો. જે બાદ કાર ચાલક પોતાની આઈ-૨૦ કાર જોધપર ગામના ઓવરબ્રિજ પાસે આવેલ હરિયાણા મેવાત હોટલના ગ્રાઉન્ડની સામે રોડ ઉપર રેઢી મૂકી ચાલ્યો ગયો હતો. જે અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ દેશી દારૂનો જથ્થો તેમજ આઈ-૨૦ કાર જેની કુલ કિ.રૂ. ૨.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!