Friday, September 20, 2024
HomeGujaratમોરબી-૨ જવાહરનગરમાં આવેલ રહેણાંકમાંથી દેશી-વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી-૨ જવાહરનગરમાં આવેલ રહેણાંકમાંથી દેશી-વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે ભડિયાદ રોડ ઉપર જવાહરનગર શેરી નં.૧ આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી તથા વિદેશી દારૂ તેમજ બિયરના ટીનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી એવા ૬૯ વર્ષીય વૃદ્ધ હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરાવી આરોપીને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડિયાદ રોડ જવાહરનગર શેરી નં.૧માં ભગવાનભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ૨૬૫ લીટર દેશીદારૂ તથા વિદેશી દારૂની ૮પીએમ વ્હિસ્કીની શીલપેક ૭ બોટલ તેમજ કિંગફિશર બિયરના ૩૬નંગ ટીન એમ કુલ કિ.રૂ. ૧૧,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબી પોલીસના દરોડા દરમિયાન આરોપી ભગવાનભાઈ સીદાભાઈ મકવાણા ઉવ.૬૯ સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!