મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા 52 મો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 5 થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે સન્માન સમારોહમાં સાંસદ તેમજ ધારાસભ્યોની હાજરીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ હતું. તેમજ વિદ્યાથીઓને ઈનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સમાજના સાંસદ તેમજ ધારાસભ્યોની હાજરીમાં 52 મો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર સમાજના ધોરણ 5 થી લઇને કોલેજ સુધી અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના લીલાપર રોડ પર આવેલ કેશવ બેન્કવેટ હોલ ખાતે 52 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં મોરબી જિલ્લા રાજપૂત સમાજના જે વિધાર્થીઓ સારા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સરસ્વતિ સન્માન સમારોહના કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ – સાંસદ રાજ્યસભા, કેસરીદેવસિંહ ઝાલા – સાંસદ રાજ્યસભા, ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા – પૂર્વ મંત્રી, ગુજરાત રાજ્ય વગેરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.