મધુસ્મૃતિ સોસાયટી અને શાંતિવન ૧/૨ સોસાયટીના રહીશો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને તેમના વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માંગ કરવામાં આવી હતી. અમુક બિલ્ડરઓએ સોસાયટીના નિયમો વિરુધ્ધ અન્ય જ્ઞાતિના લોકોને મકાન વેચી દેતા સ્થાનિકો લાલધૂમ થયા છે.
મોરબીની મધુસ્મૃતિ સોસાયટી અને શાંતિવન ૧/૨ સોસાયટીના પ્રમુખ તથા સોસાયટીના રહીસો દ્વારા આજે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મધુસ્મૃતિ સોસાયટી અને શાંતિવન ૧/૨ સોસાયટીમાં હિન્દુઓના ૭૦૦ થી ૮૦૦ મકાન આવેલા છે. આ સોસાયટીમાં હિંદુઓ દરેક ધાર્મિક તહેવારો ખુબજ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે તથા સુખ શાંતિથી એક સંપથી રહીએ છે. છેલ્લાં ૨ માસથી અમુક બિલ્ડરઓએ સોસાયટીના નિયમો વિરુધ્ધ જઈ મુસ્લીમ લોકોને મકાનો વેચાણ આપેલ છે. જેઓ તેમની સોસાયટીમાં આવ્યા બાદ ગેરલાયક પ્રવુતિઓ કરે છે. અને સોસાયટીના રહીસોને હેરાન કરે છે સોસાયટીના રહીસોને સુખ ચેનથી રહેવા દેતા નથી એમને કઈ પણ કહેવા જાય તો ગાળો બોલે છે અને માર મારવાની ધમકી આપે છે. જેથી સોસાયટીને અશાંત ધારામાં સમાવેશ કરાવી આપવા સોસાયટીના તમામ હિંદુઓ દ્વારા માંગણી કરાઈ છે. સોસાયટીના સર્વે ન.૧૫ તથા સર્વે ન.૨૦ ભાગ ૧ તથા ભાગ ૨ આ સર્વે ન. ને અશાંત ધારામાં સમાવેશ કરવા વિનંતી છે. હાલમાં અમુક બિલ્ડરઓ તથા કોન્ટ્રાકટરો મુસ્લીમ તથા મિયાણાઓને મકાન વેચવાની પેરવી કરી રહ્યા છે. તે અટકાવવા સ્થાનિક દરેક હિંદુઓની માંગણી છે. જો આવા લોકો મકાનો લેવા માંડશે તો બંને સોસાયટીના સુખ ચેનો હરામ થઇ જશે. આ સોસયટી તે હિન્દુ એ જ બનાવેલ છે અને આ સોસાયટીમાં મધુભાઈ વોરાએ આ સોસાયટી બનાવેલ છે. અને આ સોસાયટી હિન્દુ માટે જ બનાવેલ છે.અને ત્યાં એક જૈન દેરાસર આવેલ છે. શિવ મંદિર આવેલ છે. સાર્વજનિક ત્યાં પ્લોટ આવેલ છે. તે પ્લોટમાં ત્યાં નવરાત્રી કરાય છે. તે પ્લોટમાં મુસ્લીમ લોકોએ ગટરની લાઈન નાખેલ છે. ત્યાં રિક્ષા રાખે છે. તથા ગટરનાં પાણીની અત્યંત દુર્ગંદ આવે છે. મોરબી ના લગભગ વિસ્તારોમાં જ્યાં હિન્દુઓની વસ્તી જાજી છે ત્યાં ના સર્વે નંબરોને અશાંત ધારામાં સમાવેશ કરેલ છે જેથી ઉપરોક્ત સર્વે નંબરો અશાંત ધારામાં સમાવી લેવા મધુસ્મૃતિ સોસાયટી અને શાંતિવન ૧/૨ સોસાયટીના પ્રમુખ તથા સોસાયટીના રહીસો દ્વારા માંગ કરાઈ છે.