મોરબીના રંગપર ગામે આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરના પહેલા માળની સીડી ઉપરથી અકસ્માતે નીચે પડતા ૮ વર્ષીય માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રંગપર ગામની સીમમાં આવેલ ઇમ્પીરીયલ સીરામીકના લેબર કર્વાટરમાં પહેલા માળની સીડી ઉપરથી કોઇપણ કાણોસર નીચે પડી જતા ગંભીર ઇજાને કારણે સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું . ત્યારે મૃતકની ડેડબોડી ભગવાનભાઇ માલવીયા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસે પ્રાથમિક માહિતી મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.