રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી જિલ્લા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારનો અપહરણ અને દુષ્કર્મના ગુન્હાનો નાસતો ફરતો આરોપી ગોવિંદ પર્વતભાઇ નાયક (રહે. અણીયાદ તા.શહેરા જી.પંચમહાલ) હાલે અમરેલી જિલ્લાના તલાલી ગામની સીમમાં રહેતો હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા જે હકીકત આધારે સ્થળ પર જઈ તપાસ કરતા નાસતો ફરતો આરોપી ગોવિંદ પર્વતભાઇ નાયક મળી આવતા ઈસમને હળવદ પોલીસ સ્ટેશન લાવી તા.૦૮/૦૮/૨૦૨૪ ના બી.એન.એન.એસ કલમ ૩૫ (૨) જે મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો છે.