મોરબી જીલ્લા પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લોકોમાં રાષ્ટ્રભાવના તેમજ રાષ્ટ્ર ગૌરવ હેતુસર મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં વાહન ચાલકો અને નગરજનોને રાષ્ટ્રધ્વજનુ વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
ત્યારે મોરબી જીલ્લા પોલીસની યાદીમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી દ્વારા પ્રેરિત હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે ગામ ત્રિરંગો લેહરાય તેવી રાજય સરકારની નેમ છે.
જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન અને સૂચના મુજબ અને જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઘર-ઘર ત્રિરંગો ફરકાવવા માટે લોકોને પ્રેરણા મળે તે માટે શહેર તથા આજુબાજુના વિસ્તારમાં વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રપ્રેમના ગૌરવ વધારતા ૧૦૦૦ થી વધુ ત્રિરંગાનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે અપીલ કરવામાં આવી છે કે જીલ્લાના નાગરીકો સ્વતંત્રતા પર્વ પર દેશની આન-બાન-શાન એવો ત્રિરંગો ઘરે-ઘરે લહેરાશે અને ભારતમાતાનુ જય ગાન કરે તેમ યાદીમાં જણાવાયું છે.