હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી ૩૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે આરોપી મકાન-માલીકની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમને બાતમી મળી કે તાલુકાના સુંદરગઢ ગામે દેવજીભાઈ જીવણભાઈ પાટડીયા પોતાના રહેણાંક મકાનના ફળીયામાં દેશી દારૂનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરે છે. જે ચોક્કસ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે રેઇડ કરતા રહેણાંક મકાનના ફળીયામાંથી ૩૦૦ લીટર દેશી દારનો જથ્થો જેની કિ.રૂ.૬,૦૦૦/- મળી આવ્યો હતો, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી આરોપી દેવજીભાઈ જીવણભાઈ પાટડીયા ઉવ.૩૫ રહે. સુંદરગઢ ગામવાળાની અટકાયત કરી હળવદ પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ કેસ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.