મોરબી પત્રકાર એસોસીએશન, શ્રીહરિ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તથા વ્યોમ લેબોરેટરીના સંયુકત ઉપક્રમે મોરબી સબ જેલના કેદીઓ માટે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી પત્રકાર એસોસિએશન તથા શ્રીહરિ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરના સયુંકત ઉપક્રમે આવતીકાલે તારીખ 11-8-2024 રવિવારના રોજ સવારે 10 થી 12 વાગ્યે મોરબી સબ જેલના કેદીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિદાન કેમ્પમાં હાડકાના વિભાગના નિષ્ણાંત ડો.સાગર ગમઢા (ઓર્થોપેડીક સર્જન), મેડીસીન વિભાગના નિષ્ણાંત ડો.દિવ્યેશ શેરસીયા (એમ.ડી. મેડીસીન), સર્જીકલ વિભાગના નિષ્ણાંત ડો.નીથીશ માલાસણા (એમ.એસ.સર્જન), ચામડીને લગતા રોગોના નિષ્ણાંત ડો.કલ્પેશ રંગપરીયા (M.B., D.D.V.(Mumbai)) તથા આંખાના લગતા રોગોના નિષ્ણાંત ડો.મેહુલ પનારા (M.S., (Opthal)) સેવા આપશે.