વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે લોકમેળામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે. ત્યારે ભીડને કારણે અનેક બાળકો ખોવાઈ જવાના બનાવો બનતા હોય છે. ત્યારે આ વખતે મોરબીના 9 વર્ષીય જયેશભાઈ રાંકજા અને વાંકાનેરના સાત વર્ષીય હાર્દિકભાઈ ગોહિલ ખોવાઈ જતા બંને બાળકોને ગોતી પોલીસે તેના પિતા સાથે મિલન કરાવ્યું હતું.
વાંકાનેર તાલુકા ખાતે જડેશ્વર લોકમેળાનું દર વર્ષે શ્રાવણ મહિનામાં બીજા રવિવારે અને સોમવારે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે મોરબીના વાઘ પરના નવ વર્ષ જયેશભાઈ રાખજા અને વાંકાનેરનું સાત વર્ષનું બાળક હાર્દિકભાઈ ગોહિલ જે ખોવાઈ જતા પોલીસે બંને બાળકોને શોધી તેના પિતા સાથે મિલન કરાવી પોલીસે ઉમદા કામગીરી કરી હતી.