ટંકારા તાલુકાના સાવડી ગ્રામ પંચાયત કચેરી દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ ટંકારાને લેખિતમાં ફરિયાદ કરી હતી. સાવડી ગામે ખેતીવાડી સાવડી ફીડરમાં વારંવાર ટ્રીપિંગ આવતા ખેડૂતોએ ટંકારા પીજીવીસીએલને ઉગ્ર રજૂઆત કરતા નાયબ ઇજનેર આઇ.એમ. મોડ દ્વારા સાત દિવસમાં રીપેરીંગ કરવાની લેખિતમાં બાહેંધરી આપી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના સાવડી ગામે ખેતીવાડી ફિડરમા વિજ ફોલ્ટને લઈ મોટી સંખ્યામાં ખેડૂતો ટંકારા પિજીવિસીએલ કચેરી ખાતે ખેડૂતોએ હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ જો તંત્ર યોગ્ય નિરાકરણ નહિ કરે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે ખેડૂતોએ લેખિત ફરિયાદ કરતા મામલો બિચકે એ પહેલા ડે ઈજનેર આઈ એમ મોડ દ્વારા આ અંગે તાત્કાલીક અસરથી મેન્ટેનન્સ કરી એક સપ્તાહમા સમસ્યાનું સમાધાન કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.