મોરબીના નવાગામ ગામે આવેલ આજવીટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ૪૪ વર્ષીય ઈશ્વરલાલ રણછોડભાઈ નિનામા ગઈ તા.૨૧/૦૮ના રોજ સવારના આજવીટો કારખાના બહાર આવેલ ચા ની કિટલીએ ચા પીવા માટે પગે ચાલતા જતા હતા તે વખતે અચાનક તેમને ચક્કર આવી પડી જઈ બેભાન થઈ જતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે જોઇ તપાસીને ઇશ્વરલાલને મરણ ગયાનું જાહેર કરતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરવામાં આવી છે.