બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧૮નાં રોજ માળિયા(મી.)માં રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં એલસીબી ટીમે દેશી દારૂ લીટર ૮૦ (કિં.રૂ.૧૬૦૦/-) અને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૩ (કિં.રૂ.૯૦૦/-) મળી કુલ કિં.રૂ.૨૫૦૦/- નો મુદામાલ જપ્ત કરી આરોપી તાજમહમદ કરીમભાઈ સંઘવાણી (ઉ.વ.૨૫, રહે. જુના રેલ્વે સ્ટેશન માળિયા )ને પકડી પાડવામાં આવ્યો છે. તો અન્ય આરોપી અલીમામદ ગુલામમયુંદિન સંઘવાણી (રહે.નવાગામ માળિયા) હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.