વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ રવાપર ગામે રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્રસિંહ તોમર અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ભદોરિયાની પ્રેરણાથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અને સામાજિક સેવા કરતા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ રવાપર ગામે રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્રસિંહ તોમર અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ભદોરીયાની પ્રેરણાથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માનવાધિકાર મોરબી જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ વિડજા, કાંતિભાઈ દેત્રોજા, રાજુભાઈ કાંજીયા, કાર્તિક કાલરીયા, કમલેશભાઈ વામજા તેમજ ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને પૂર્ણ સહયોગ આપ્યો હતો.જેમાં મહેમાન તરીકે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, રવાપર ગામ પંચાયતના સરપંચ નીતિનભાઈ ભટાસણા અને સામાજિક કાર્યકર જીવરાજભાઈ ગઢીયા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.