સીરામીક સીટી મોરબીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 46 વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ 47માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત કૃષ્ણ જન્મોત્સવ અનુસંધાને 47મી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો પર નીકળશે.
મોરબીમાં જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવે છે. મોરબીના રેલવે સ્ટેશન જડેશ્વર મંદિરેથી તા.26 8 2024 ને સોમવારનાં સવારે 8:00 વાગે શોભાયાત્રા ચાલુ થશે. ત્યાંથી સુપર ટોકીઝથી ત્રિકોણબાગથી નવા ડેલા રોડથી જુના બસ સ્ટેન્ડથી રામ ચોક રવાપર રોડ ચોક થી ચકીયા હનુમાનથી ગાંધી ચોકથી શાક માર્કેટ ચોકથી નેરુગેટ ચોકથી ગ્રીન ચોકથી દરબાર ગઢે આવી રીતે મોરબીના રાજમાર્ગો ઉપર થઈને હિંદુ સંસ્કૃતિ મુજબ કૃષ્ણ જન્મ ઉત્સવની શોભાયાત્રા પસાર થશે. ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમ થશે. તો આ શોભાયાત્રામાં મોરબી સનાતની હિન્દુ ભાઈઓ બહેનોને કૃષ્ણ જન્મ ઉત્સવમાં અને શોભાયાત્રના સૌભાગી થવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે દર વર્ષે મહાપ્રસાદનું આયોજન થતું હોય છે એવી જ રીતે આ વર્ષે પણ બજાર લાઈનમાં કંસારા સમાજ અને એસએસ ગ્રુપ દ્વારા કરવામા આવશે.