૧૦૦ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ૬૧ યુનિટ બ્લડ એકત્ર કરાયું
શિક્ષણ સચિવ વિનોદરાવની પ્રેરણાથી આજ રોજ ટંકારા ખાતે ટંકારા મામલતદાર એન.બી.શુક્લ અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પને દિપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં ૧૦૦ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ૬૧ યુનિટ બ્લડ એકત્ર કરાયું.
આ કેમ્પમાં ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરખલા, સી.એચ.સી. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.ચીખલીયા, એ.ઈ.આઈ. મેરજા, ભાલોડિયા, લાઈફ બ્લડ સેન્ટર રાજકોટના પબ્લિક રિલેશન ઑફિસર સુલેમાનભાઈ નારીયા, કિરીટભાઈ ભટ્ટ તથા તેની ટિમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને બ્લડ બેન્ક તરફ થી પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી
મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સરસાવડિયા, લાલજીભાઈ કગથરા, એસવીએસ કન્વીનર આર.પી.મેરજા, સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, બીઆરસી કોર્ડીંનેટર કલ્પેશભાઈ ફેફર, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, મંત્રી નિલેશભાઈ કુંડારીયા, તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા, મંત્રી વિજયભાઈ ભાડજા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહા મંત્રી વિરમ ભાઈ દેસાઈ, કેતન ભાઈ ભાગીયા ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા યજમાન શાળાના આચાર્યા અસ્મિતાબેન ગામી, આર.પી.મેરજા, યોગેશભાઈ ઘેટિયા, બળદેવભાઈ કાનાણી, જસ્મતભાઈ સંઘાણી, પ્રેગ્નેશભાઈ, સ્ટાફ મિત્રો તથા પ્રાથમિક શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી યશસ્વી કામગીરી કરી હતી.આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી અને જિજ્ઞાબેન અમૃતિયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.