મોરબીના મણીમંદિર સામે પાડાપૂલ નજીક રહેતા આશરે ૫૨ વર્ષીય અનુભાઇ સવજીભાઇ મારૂને ગઈ તા. ૨૧/૦૮ના રોજ ઉપરોક્ત સ્થળેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલ તા.૨૫/૦૮ના રોજ અનુભાઈ મારૂનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્વેસ્ટ પંચનામા સહિતની કામગીરી કરી અ.મોતની નોંધ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.