મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન પાછળ રોહિદાસપરામાં રહેતા સાહિલભાઇ દિલીપભાઇ ચૌહાણ ઉવ.૧૮ પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ-કરંટનો જોરદાર ઝાટકો લાગતા સાહિલભાઈને સારવાર અર્થે બેશુદ્ધ હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મરણ ગયાનું જાહેર કર્યું હતું. હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.