ટંકારામાં અનરાધાર વરસાદ વારે રહ્યો છે. ટંકારામાં એક દિવસમાં સાડા 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અવિરત મેઘમહેર થતા ટંકારા પંથકમાં નદી-નાળામાં પણ નવા નીરની આવક થઈ રહી છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની હેલી ફેલાઈ છે.
ટંકારામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ગઈકાલે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે સવારે 6 વાગ્યેથી બપોરે 2 વાગ્યા સુધીમાં અનરાધાર અવિરત આકાશી છાંટણાંથી 70 મીલી મિટર પાણી વરસ્યાનું મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમે જાહેર કર્યું છે. ટંકારા મામલતદાર તથા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા સતત કંટ્રોલ રૂમ પર તૈનાત રહી તાલુકા આખાની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. હજુ પણ વરસાદ ચાલુ છે વાતાવરણ ઠંડું બોર થઈ ગયું છે.