Saturday, December 21, 2024
HomeGujaratહળવદમાં યોજાશે કેમ્પ:સ્વ.પુનરવસુભાઈ રાવલની ૧૨મી માસિક પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે નેત્રયજ્ઞ અને હાડકાંના...

હળવદમાં યોજાશે કેમ્પ:સ્વ.પુનરવસુભાઈ રાવલની ૧૨મી માસિક પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે નેત્રયજ્ઞ અને હાડકાંના ઓપરેશનનો કેમ્પ

શ્રી ધર્મપ્રેમી સેવા મંડળ હળવદ તથા લાયન્સ કલબ હળવદ સિટી દ્વારા આયોજિત નેત્રયજ્ઞ કેમ્પમાં પ્રણેતા સ્વ. પુનરવસુભાઈ રાવલની બારમી માસિક પુણ્યતિથિ નિમિતે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તથા હાડકાં ના તમામ પ્રકારના ઓપરેશનનો કેમ્પ વિનામૂલ્યે સુપર મેગા શ્રી સદગુરુ નેત્રયજ્ઞ દ્વારા તા. 8/9/2024 ને રવિવારના રોજ સવારે 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી હળવદના સરા રોડ પાણીની ટાંકીની બાજુમાં રુદ્ર ટાઉનશિપ ખાતે 49 મો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે..

- Advertisement -
- Advertisement -

પરમકૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ ૫.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુની અસીમ કૃપાથી તથા પ્રેરણાથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા હળવદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતાના લાભાર્થે સર્વ જ્ઞાતિના દર્દીઓ માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે. જે કેમ્પનો લાભ લેવા માટે તા. ૮-૯-૨૦૨૪ ને રવિવારના રોજ શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન સ્વ. પુનરવસુભાઈ રાવલ ની બારમી પુણ્ય તિથી નિમીતે કરવામાં આવ્યું છે. 8 તારીખના રોજ સવારે 09:30 થી 12:30 વાગ્યા સુધી હળવદમાં સરા રોડ રુદ્ર ટાઉન શિપ ખાતે વિના મુલ્યે સુપર મેગા શ્રી સદગુરુ નેત્રયજ્ઞનું આયોજન કરાયું છે. જે સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ અત્યાધુનિક ફેકો મશીન દ્રારા ટાંકા વગરનું ઓપરેશન કરી સારામાં સારા નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. તેમજ દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ કેમ્પના સ્થળે પરત ઉતારી આપવાની પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે… તેમજ મોતીયાના ઓપરેશન માટે આવતા દર્દીઓને સૂચના આપવામાં આવી છે કે ચશ્માના નંબર કેમ્પમાં કાઢી આપવામાં આવતા નથી, દરેક દર્દીઓએ ફરજીયાત માથુ ધોઈને, સ્વચ્છ કપડા પહેરીને, એક જોડી કપડા સાથે રાખીને આવવાનું રહેશે, દરેક દર્દીઓએ ફરજીયાત પોતાના અથવા આજુબાજુના ફોન નંબર, મોબાઈલ નંબર સાથે રાખવાના રહેશે, ઓપરેશન થયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે તેવી જાણ કરીને આવવાનું રહેશે તેમજ દરેક દર્દીએ આધાર કાર્ડ લાવવું ફરજીયાત છે તેવી સૂચના અપાઈ છે. તેમજ હળવદના દરબાર નાકું જીવનજયોત હોસ્પિટલ ખાતે જોઈન્ટ રીપ્લેશમેન્ટ, સ્પાઈન સર્જરી, ઓર્થોસ્કોપી, હાડકાના તમામ રોગ માટે ફ્રી માં નિદાન તથા ઓપરેશનનો કેમ્પ આયુષ હોસ્પિટલ મોરબીના નિષ્ણાંત ડોકટર દ્રારા ડો. પુરવ પટેલ (Orthopedic) સેવા આપશે. જે કેમ્પના દાતા મનીષભાઈ પુનરવસુભાઈ રાવલ અને કેદારભાઈ પુનરવસુભાઈ રાવલ ખેડૂત ભવન / જનતા ફૂડ મોલ મો. 78200 11111 વાળા છે. તેમજ કેમ્પના સૌજન્ય લાયન્સ કલબ ઓફ સિટી પ્રમુખ ગીરીશભાઈ સાધુ, મંત્રી વિમલભાઈ પટેલ અને ખજાનચી દિલીપભાઈ પટેલ છે. તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પમાં લાભ લેવા માટે તપનભાઈ દવે – મો. ૯૭૨૭૩ ૬૬૧૦૦, સી. જે. સાધુ – ૯૯૨૫૩ ૩૭૨૩૧, બીપીનભાઈ પી. વૈષ્ણવ મો. ૯૮૨૫૭ ૩૫૦૫૫, રવિભાઈ (રાજકોટ) – મો. ૯૮૭૯૦ ૦૧૮૦૨, પાંચાભાઈ રાણેકપર – મો. ૬૩૫૪૮ ૪૬૬૯૩, ઘનશ્યામભાઈ રાણેકપર – મો. ૯૯૨૫૫ ૩૯૮૩૭, ગિરીશભાઈ સાધુ- મો. ૯૮૭૯૮ ૭૯૧૦૦, ઉર્મિલાબેન બી. ગઢીયા – મો. ૯૯૨૫૨ ૫૦૫૨૫, નાનજીભાઈ સંતોકી – મો. ૯૭૨૪૦ ૨૧૦૩૨, ધર્મેશ શાહ (રાજકોટ)- મો. ૯૩૭૪૨ ૨૮૫૩૭, રાઘેશ્યામભાઈ આર. વૈષ્ણવ – મો. ૯૯૧૩૯ ૧૪૧૬૧, ઉષાબેન આર. દલવાડી – મો. ૯૯૧૩૩ ૦૨૪૭૨ નો નંબર પણ જાહેર કર્યા છે..તેમજ ફિઝીશીયનના તમામ રોગ માટે ફ્રી નિદાન કેમ્પ માટે ર્ડા. રણજીત ચાવડા (M.D. Physician) દ્વારા સેવા આપવામાં આવશે. જે હળવદના શિશુમંદિર સામે લક્ષ્મી કોમ્પલેક્ષ માહિર હોસ્પિટલ મો. ૯૮૭૯૮ ૭૧૯૮૬ પર સંપર્ક કરી શકે છે તેમ જણાવવામાં આવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!