મોરબીની મચ્છુ નદી પર આવેલો પુલ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં હતો જેનું સમાર કામ કરવું અત્યંત જરૂરી હતું જેથી મોરબી માર્ગ અને મકાન વિભાગે આ પુલનું કામ કરવાનું જાહેર કરતા આગામી 5 દિવસ જાહેર વાહન વ્યવહાર માટે પૂલ સંપૂર્ણ બંધ રહેવાનું જાહેરનામું જીલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે મોરબીથી કચ્છ તેફ જતા મચ્છુ નદી મચ્છુ ૦૩ ડેમનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં હતો જેનું સમાર કામ શરૂ કરવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેના પગલે તારીખ 24 ઓગષ્ટથી 28 ઓગષ્ટ સુધી જાહેર પરિવહન માટે બંધ રાખવાનું જાહેરનાનું જિલ્લા કલેક્ટર જે બી પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે સાથે જ આ પુલ બંધ રહેતા વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરાઈ છે જેમાં જોવા જઈએ તો કચ્છ બાજુથી રાજકોટ તરફ જવા માટે માળીયા-પીપળીયા (ચાર રસ્તા)-મોરબી-નવલખી ફાટક થઈને રાજકોટ તરફથી જ્યારે રાજકોટ બાજુથી કચ્છ તરફ જવા માટે મોરબી(નવલખી ફાટક)- પીપળીયા (ચાર રસ્તા) થઈને માળીયા બાજુ થઈને કચ્છ તરફ જવુ પડશે આ જાહેરનામું પાંચ દિવસ સુધી કડક રીતે અમલમાં રહેશે આ જાહેરનામાનું ઉલ્લંઘન કરી પાંચ દિવસ માટે પ્રતિબંધિત પુલ પરથી પસાર થનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ જે તે વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે સાથે જ આ જાહેરનામાંની જાણકારી પોલીસ,આરટીઓ માર્ગ અને મકાન વિભાગ સહિત જુદા જુદા ૧૯ વિભાગોને લેખિત જાણ પણ કરવામાં આવી છે અમે આ જાહેનામાં અંતર્ગત સુચનાઓનું અમલીકરણ કરાવવા પણ જાણ કરવામાં આવી છે.