Sunday, September 22, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ ઉપર રહેણાંકમાં ચાલતું જુગારધામ ઝડપાયું,૭ જુગારી ઝબ્બે.

મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંકમાં ચાલતું જુગારધામ ઝડપાયું,૭ જુગારી ઝબ્બે.

એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા ૬૧,૫૦૦/-કબ્જે કર્યા

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાવડી રોડ ઉપર આવેલ બાવળીયાપીરની દરગાહ પાસે ઓમ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલ અનિલભાઈ હડીયલના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ચલાવવામાં આવતા જુગારના અખાડામાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી તીનપત્તીનો જુગાર રમી રહેલા અનિલભાઈ મલાભાઈ હડીયલ ઉવ.૩૮ રહે.વાવડી રોડ ઓમ શોપિંગ સેન્ટર બીજામાળે, મહેન્દ્રભાઇ વેલજીભાઇ ડાભી ઉવ.૪૦ રહે.શકત શનાળા ધુડની વાડી, કીરીટભાઈ માવજીભાઈ હડીયલ ઉવ.૪૫ રહે. વાવડી રોડ ગણેશનગર, ભવાનભાઈ પ્રેમજીભાઇ કંઝારીયા ઉવ.૫૪ રહે.વાવડી રોડ હદાણીની વાડી, હસમુખભાઈ નારણભાઈ કંજારીયા ઉવ.૪૧ રહે. વાવડી ચોકડી રંગાણીની વાડી, ગીરીશભાઈ વશરામભાઇ નકુમ ઉવ.૪૮, શાંતિલાલ દેવકરણભાઈ કંઝારીયા ઉવ.૩૯ બંનેરહે.દલવાડી સર્કલ મસાલની વાડીવાળાને રોકડા રૂપિયા ૬૧,૫૦૦/-સાથે ઝડપી લઈને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!